Posts

Showing posts from March, 2022

વિશ્વ ગુજરાતી સમાજ ને વિશ્વ નું સૌથી મોટું સંગઠન બનાવવાનું આયોજન.

Image
23 માર્ચ શહિદ દિવસ ના રોજ વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ની સર્કીટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ ખાતે મળેલી બેઠક માં આંતરરાષ્ટ્રીય યુથ વિંગ કન્વીનર શ્રી પૌરસભાઈ પટેલ ની લીડરશીપ હેઠળ જુદા જુદા જિલ્લા ના જુદી જુદી જ્ઞાતિ માંથી લીડરશીપ કરી રહેલા યુવાનો એકત્ર થયા હતા. આ મીટિંગ માં વિશ્વ ગુજરાતી સમાજ ના પ્રમુખ આદરણીય શ્રી.સી.કે પટેલ સાહેબે સૌ યુવાનો ને સંબોધતા જણાવેલ કે આવનારા સમયમાં વિશ્વના તમામ દેશોમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં વિશ્વ ગુજરાતી સમાજ ના બેનર હેઠળ ગુજરાતીઓ નું મજબૂત સંગઠન બનાવીને સંગઠન ના માધ્યમ થી ગુજરાતીઓ ના પ્રશ્નો ને વાચા મળે, તેમને પડતી મુશ્કેલીઓ - સમસ્યા નું નિરાકરણ થાય અને વિકાસલક્ષી એવા કાર્યો કરવામાં આવે કે ગુજરાત અને ભારત દેશ નું ગૌરવ વિશ્વ સ્તરે વધે. જે બાબત ને સૌ યુવાનોએ વધાવી લીધી હતી.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા 10 12 ના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી

Image
અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ  અધિકારી કર્મચારી  દ્વારા ધોરણ 10 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર ઉપર પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવવામાં આવી 

સોલા સિવિલ હોસ્પિટલમાં અન્નક્ષેત્ર અને નવનિર્મિત ઓડિયોલોજી કોલેજનું ઉદ્ધાટન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ

Image
 સોલા સિવિલ હોસ્પિટલમાં અન્નક્ષેત્ર અને નવનિર્મિત ઓડિયોલોજી કોલેજનું ઉદ્ધાટન કરતા ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ.  આ પ્રસંગે માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા તથા માન. મંત્રી શ્રી રૂષિકેશભાઈ પટેલ, શ્રી નિમિષાબેન સુથાર પણ ઉપસ્થિત રહ્યા.

અમદાવાદનાં JCP ગૌતમ પરમારનો સપાટોઃ સાદા ડ્રેસમાં પોલીસની પોલ ખૂલ્લી પાડી

Image
 અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનોમાં ટેક્સ ભરતી જનતા સાથે લોકોના ટેક્સના પૈસા પગાર લેતા પોલીસકર્મીઓ કેટલો ન્યાય અપાવે છે અને કેવો વ્યવહાર કરે છે. તે જાતે ચેક કરવા માટે જોઇન્ટ કમિશનર ગૌતમ પરમાર આમ આદમી બની નિકળ્યા હતા. ત્યારે તેમને કડવો અનુભવ થયો હતો. તેમને ફરિયાદ આપવાની વાત કરતા કાગડાપીઠના પોલીસ કર્મીઓએ ધમકી તેમને અરેસ્ટ કરવાની હતા અને તમે ફરિયાદી નહી પણ ચિટીંગ કરીને કરી હોવાનું કહીને ધમકાવ્યા હતા. તેમણે પોતાની ઓળખ જેસીપી તરીકે આપી તો સામેથી પોલીસકર્મીએ દેવા અરેસ્ટ તો માટે શું લેવા દેવા  તો કરવા કહ્યું કે, તો પડશે.  તેમ કહેનાર બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેસીપીએ કે આજે શહેરના ૩ પોલીસ સ્ટેશનોની મુલાકાત લઇ પોલીસની કનડગતનો પર્દાફાશ કર્યો હતો. શહેરના પોલીસ સ્ટેશનોમાં સામાન્ય લોકોની ફરિયાદ ન લેવાતી હોવાની અનેક ફરિયાદો નામ મ ઉઠવા પામી હતી. જોકે વારંવાર આવી કરિયાદો આવતા શહેરના સેક્ટર-૨ના જોઇન્ટ કમિશનર ગૌતમ પરમારે આ ફરિયાદોને ગંભીર તે લીધી હતી. જેથી તાત્કાલીક અસરથી રીતે તેમને ચોક્કસ પોલીસ સ્ટેશન પર સરપ્રાઇઝી કર્યું હતું. તેમણે મહિલા વિઝીટ કરવાનું નક્કી કર્યું હતું. કોન્સ્ટેબલને પ

ધ કાશ્મીર ફાઈલ ના નિર્માતા સાથે ગૃહમંત્રી અમિત શાહ મુલાકાત કરી

Image
પોતાના જ દેશમાં પોતાનું ઘર છોડવા મજબૂર થયેલા કાશ્મીરી પંડિતોના બલિદાન, અસહ્ય દર્દ અને સંઘર્ષનું સત્ય આ ફિલ્મ દ્વારા સમગ્ર વિશ્વના ધ્યાન પર આવ્યું છે, જે ખૂબ જ પ્રશંસનીય પ્રયાસ છે. TheKashmirFiles એ સત્યની બોલ્ડ રજૂઆત છે. આવી ઐતિહાસિક ભૂલોનું પુનરાવર્તન ન થાય તે દિશામાં સમાજ અને દેશને જાગૃત કરવાનું કામ કરશે.  આ ફિલ્મ બનાવવા માટે સમગ્ર ટીમને અભિનંદન આપું છું.

પીરાણા ડમ્પ સાઇટ ને લઈને કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન..

Image
પીરાણા ડમ્પ સાઇટ ને લઈને કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન,વિપક્ષ નેતા અને મોટી સંખ્યામાં લોકોએ કોર્પોરેશન બહાર કર્યા સૂત્રોચ્ચાર ,પીરાણા ડમ્પ સાઇટ માટે કોર્પોરેશન કરી રહ્યું છે કરોડો નો ખર્ચ.. દસ વર્ષ વીતી ચુક્યા છતાં ડમ્પ સાઇટ હટાવવા માં આવી નથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ની મિલી ભગત થી કોર્પોરેશન તીજોરી ને નુકશાન ડમ્પ સાઇટ ઝડપથી હટાવવા માટે કોંગ્રેસ ની માંગ...

ડૉ. મોના હિરાનંદાનીને ઇનોવેશન કેટેગરી માટે સન્માનિત કરવામાં

Image
 ડૉ.મોના હિરાનંદાનીને ઇનોવેશન કેટેગરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં તેમની અનન્ય ત્વચા સંભાળ લાઇન, ડિઝાઇન મેટામેરિઝમમાં પીએચડીનો સમાવેશ થાય છે  જે ટૂંક સમયમાં પ્રકાશિત થનાર લેખક અને સર્વગ્રાહી ઉપચારક છે.  તેણીની સિદ્ધિઓમાં શ્રીમતી ગુજરાતની વિજેતા, તેણીના ચિત્રો માટે આર્ટ્સમાં મહિલાઓ માટે મેક્સમારા પુરસ્કાર, બુદ્ધિમત્તાની મહિલાઓ, વર્ષના શ્રેષ્ઠ રોલ મોડેલનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરના મોટા અને જાણીતા બિલ્ડર મજેઠીયા બંધુના ઘર અને ઓફિસો પર આઇટી વિભાગ ના દરોડા

Image
અમદાવાદમાં આવકવેરા દ્વરા વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.. શહેરના મોટા અને જાણીતા બિલ્ડર મજેઠીયા બંધુના ઘર અને ઓફિસો પર આઇટી વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે..સિંધુ ભવન રોડ પર આવેલા ઊર્મિન બંગલો પર સર્ચની કામગીરી કરાઇ રહી છે..પાન મસાલા બનાવતી જાણીતી બાગબાન કંપની પર પણ સર્ચની કામગીરી હાથ ધરાઇ છે.. તપાસમાં 100 જેટલા itના કર્મચારીઓ સહિત 10 જેટલી ટીમો ડોક્યુમેન્ટ દ્વારા એનાલિસિસ કરી રહી છે..દરોડા બાદ મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ છે .. અગાઉ ઇન્કમટેક્સ દ્વરા શહેરના જાણીતા શિવલિક શિલ્પ ગ્રુપ પર દરોડા પાડયા હતા જેમાં પણ કરોડો રૂપિયાના બેનામી સંપતિ બહાર આવી હતી..

મહાશિવરાત્રિ પર્વ પર વિવિધ શિવાલયોમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું

Image
 શહેર અને જિલ્લામાં મંગળવારે  મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરાઈ હતી. વિવિધ શિવાલયોમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું વેજ્નાથ નીલકંઠેશ્વર કક્નેશ્વર ત્રબક્કેશ્વર મહાદેવ મંદિરે શિવજી પર જળાભિષેકની વિશેષ વ્યવવસ્થા કરાઈ હતી. કુબેરેશ્વર મહાદેવ મંદિરે ભાવિક ભક્તો પૂજા-અર્ચના માટે મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. જીવને શિવ સાથે મિલનના પર્વ મહાશિવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. ઓમકારેશ્વર કેદારનાથ ઘૂઘરદેવ  મહાદેવ સહિતનાં વિવિધ શિવાલયોમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું . જો કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ મંદિરમાં સેનેટાઇઝર,માસ્કની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સ દ્વારા ભક્તોએ ભોલેનાથનાં દર્શન કર્યાં હતાં. યાત્રા કોરોના મહામારીના કારણે રદ કરવામાં આવી હતી. શહેરનાં શિવાલયો રોશનીથી ઝગમગી ઊઠ્યાં હતાં. મોડી રાત્રે ઘીનાં કમળનાં દર્શન ભકતો માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં. અને શિવજીના પ્રસાદ   વિતરણ કરવામાં આવ્યું હતું.  મંદિર પટાંગણમાં જાણે મેળા જેવો માહોલ સર્જાયો હતો. મંદિરમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો. કોરોના મહામારીને પગલે તમામ મંદિરોમાં મોટા કાર્યક્રમ