મહાશિવરાત્રિ પર્વ પર વિવિધ શિવાલયોમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું


 શહેર અને જિલ્લામાં મંગળવારે  મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરાઈ હતી. વિવિધ શિવાલયોમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું વેજ્નાથ નીલકંઠેશ્વર કક્નેશ્વર ત્રબક્કેશ્વર મહાદેવ મંદિરે શિવજી પર જળાભિષેકની વિશેષ વ્યવવસ્થા કરાઈ હતી. કુબેરેશ્વર મહાદેવ મંદિરે ભાવિક ભક્તો પૂજા-અર્ચના માટે મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. જીવને શિવ સાથે મિલનના પર્વ મહાશિવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. ઓમકારેશ્વર કેદારનાથ ઘૂઘરદેવ  મહાદેવ સહિતનાં વિવિધ શિવાલયોમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું




.

જો કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ મંદિરમાં સેનેટાઇઝર,માસ્કની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સ દ્વારા ભક્તોએ ભોલેનાથનાં દર્શન કર્યાં હતાં. યાત્રા કોરોના મહામારીના કારણે રદ કરવામાં આવી હતી. શહેરનાં શિવાલયો રોશનીથી ઝગમગી ઊઠ્યાં હતાં. મોડી રાત્રે ઘીનાં કમળનાં દર્શન ભકતો માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં. અને શિવજીના પ્રસાદ   વિતરણ કરવામાં આવ્યું હતું.  મંદિર પટાંગણમાં જાણે મેળા જેવો માહોલ સર્જાયો હતો. મંદિરમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો. કોરોના મહામારીને પગલે તમામ મંદિરોમાં મોટા કાર્યક્રમો તેમજ મહાપ્રસાદીનું આયોજન રદ કરી દેવામાં આવ્યું હતું. પંથક માં કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મેળો રદ્દ કરી માત્ર દર્શન માટે જ મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યું હતું.


Comments

Popular posts from this blog

ડૉ. મોના હિરાનંદાનીને ઇનોવેશન કેટેગરી માટે સન્માનિત કરવામાં

કેજરીવાલ આજે નિકોલમાં રોડ શો થી પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે