વિશ્વ ગુજરાતી સમાજ ને વિશ્વ નું સૌથી મોટું સંગઠન બનાવવાનું આયોજન.




23 માર્ચ શહિદ દિવસ ના રોજ વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ની સર્કીટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ ખાતે મળેલી બેઠક માં આંતરરાષ્ટ્રીય યુથ વિંગ કન્વીનર શ્રી પૌરસભાઈ પટેલ ની લીડરશીપ હેઠળ જુદા જુદા જિલ્લા ના જુદી જુદી જ્ઞાતિ માંથી લીડરશીપ કરી રહેલા યુવાનો એકત્ર થયા હતા.







આ મીટિંગ માં વિશ્વ ગુજરાતી સમાજ ના પ્રમુખ આદરણીય શ્રી.સી.કે પટેલ સાહેબે સૌ યુવાનો ને સંબોધતા જણાવેલ કે આવનારા સમયમાં વિશ્વના તમામ દેશોમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં વિશ્વ ગુજરાતી સમાજ ના બેનર હેઠળ ગુજરાતીઓ નું મજબૂત સંગઠન બનાવીને સંગઠન ના માધ્યમ થી ગુજરાતીઓ ના પ્રશ્નો ને વાચા મળે, તેમને પડતી મુશ્કેલીઓ - સમસ્યા નું નિરાકરણ થાય અને વિકાસલક્ષી એવા કાર્યો કરવામાં આવે કે ગુજરાત અને ભારત દેશ નું ગૌરવ વિશ્વ સ્તરે વધે. જે બાબત ને સૌ યુવાનોએ વધાવી લીધી હતી.



Comments

Popular posts from this blog

ડૉ. મોના હિરાનંદાનીને ઇનોવેશન કેટેગરી માટે સન્માનિત કરવામાં

કેજરીવાલ આજે નિકોલમાં રોડ શો થી પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે