Posts

ભાજપ ના સ્થાપના-દિન નિમિતે લાંભા વોડૅ યુવા મોરચા દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં બાઇક રેલી યોજવામાં આવી..

Image
ભાજપ ના સ્થાપના-દિન નિમિતે લાંભા વોડૅ યુવા મોરચા દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં બાઇક રેલી યોજવામાં આવી..

હરસિધ્ધી શક્તિ પીઠ લાડોલ ૨ વર્ષ પછી મા ના ધામે ભવ્ય ચૈત્ર નવરાત્રી મહોત્સવ ઉજવણી થઈ

Image
હરસિધ્ધી શક્તિ પીઠ લાડોલ ૨ વર્ષ પછી મા ના ધામે ભવ્ય ચૈત્ર નવરાત્રી મહોત્સવ ઉજવણી થઈ  પ્રથમ દિવસે માતાજી ને માંડવી મા ધામ ધુમ થી બીરાજીત કરવા મા આવ્યા  નવ દિવસ મા ના ચોક મા ભજન-કીર્તન તથા ગરબા થશે આઠમ ના દિવસે રાત્રે ૧૦૮ દિવાની મહાઆરતી નો ચઢાવો થશે…. નવ નવ દિવસ મા ના ગુણગાન ભક્તો દ્વારા થશે……પધારો લાડોલ ગામ……મા હરસિધ્ધી ને ધામ….

કેજરીવાલ આજે નિકોલમાં રોડ શો થી પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે

Image
 દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદ આવી પહોંચ્યા છે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રચારની શરૂઆત કરવા માટે AAPના બંને નેતાઓ શનિવારે પૂર્વ અમદાવાદમાં 1.5 કિલોમીટરના રૂટ પર રોડ શો કરશે.  આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે રોડ શોમાં 50,000 લોકો હાજર રહેશે. શનિવારે સવારે તેઓ ગાંધી આશ્રમ જશે, જ્યાં તેઓ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરશે ,ત્યારબાદ તેઓ સાંજે 4 વાગ્યે નિકોલ ખાતે રોડ શો કરશે ,6 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થયા થશે.  નિકોલના ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગર બ્રિજ સરદાર મોલ સુધીના 1.5 કિમીના રોડ પર યોજાશે જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સહિત અંદાજે 50,000 લોકો ઉપસ્થિત રહેશે.  રવિવારે સવારે 10 વાગ્યે કેજરીવાલ અને માન શાહીબાગમાં અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર જશે.  ત્યાંથી અમદાવાદની હોટલ પરત ફરીને તેઓ આપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે ચૂંટણીલક્ષી બેઠકો કરશે. 

વિશ્વ ગુજરાતી સમાજ ને વિશ્વ નું સૌથી મોટું સંગઠન બનાવવાનું આયોજન.

Image
23 માર્ચ શહિદ દિવસ ના રોજ વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ની સર્કીટ હાઉસ, શાહીબાગ, અમદાવાદ ખાતે મળેલી બેઠક માં આંતરરાષ્ટ્રીય યુથ વિંગ કન્વીનર શ્રી પૌરસભાઈ પટેલ ની લીડરશીપ હેઠળ જુદા જુદા જિલ્લા ના જુદી જુદી જ્ઞાતિ માંથી લીડરશીપ કરી રહેલા યુવાનો એકત્ર થયા હતા. આ મીટિંગ માં વિશ્વ ગુજરાતી સમાજ ના પ્રમુખ આદરણીય શ્રી.સી.કે પટેલ સાહેબે સૌ યુવાનો ને સંબોધતા જણાવેલ કે આવનારા સમયમાં વિશ્વના તમામ દેશોમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં વિશ્વ ગુજરાતી સમાજ ના બેનર હેઠળ ગુજરાતીઓ નું મજબૂત સંગઠન બનાવીને સંગઠન ના માધ્યમ થી ગુજરાતીઓ ના પ્રશ્નો ને વાચા મળે, તેમને પડતી મુશ્કેલીઓ - સમસ્યા નું નિરાકરણ થાય અને વિકાસલક્ષી એવા કાર્યો કરવામાં આવે કે ગુજરાત અને ભારત દેશ નું ગૌરવ વિશ્વ સ્તરે વધે. જે બાબત ને સૌ યુવાનોએ વધાવી લીધી હતી.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા 10 12 ના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી

Image
અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ  અધિકારી કર્મચારી  દ્વારા ધોરણ 10 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર ઉપર પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવવામાં આવી 

સોલા સિવિલ હોસ્પિટલમાં અન્નક્ષેત્ર અને નવનિર્મિત ઓડિયોલોજી કોલેજનું ઉદ્ધાટન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ

Image
 સોલા સિવિલ હોસ્પિટલમાં અન્નક્ષેત્ર અને નવનિર્મિત ઓડિયોલોજી કોલેજનું ઉદ્ધાટન કરતા ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ.  આ પ્રસંગે માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા તથા માન. મંત્રી શ્રી રૂષિકેશભાઈ પટેલ, શ્રી નિમિષાબેન સુથાર પણ ઉપસ્થિત રહ્યા.

અમદાવાદનાં JCP ગૌતમ પરમારનો સપાટોઃ સાદા ડ્રેસમાં પોલીસની પોલ ખૂલ્લી પાડી

Image
 અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનોમાં ટેક્સ ભરતી જનતા સાથે લોકોના ટેક્સના પૈસા પગાર લેતા પોલીસકર્મીઓ કેટલો ન્યાય અપાવે છે અને કેવો વ્યવહાર કરે છે. તે જાતે ચેક કરવા માટે જોઇન્ટ કમિશનર ગૌતમ પરમાર આમ આદમી બની નિકળ્યા હતા. ત્યારે તેમને કડવો અનુભવ થયો હતો. તેમને ફરિયાદ આપવાની વાત કરતા કાગડાપીઠના પોલીસ કર્મીઓએ ધમકી તેમને અરેસ્ટ કરવાની હતા અને તમે ફરિયાદી નહી પણ ચિટીંગ કરીને કરી હોવાનું કહીને ધમકાવ્યા હતા. તેમણે પોતાની ઓળખ જેસીપી તરીકે આપી તો સામેથી પોલીસકર્મીએ દેવા અરેસ્ટ તો માટે શું લેવા દેવા  તો કરવા કહ્યું કે, તો પડશે.  તેમ કહેનાર બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેસીપીએ કે આજે શહેરના ૩ પોલીસ સ્ટેશનોની મુલાકાત લઇ પોલીસની કનડગતનો પર્દાફાશ કર્યો હતો. શહેરના પોલીસ સ્ટેશનોમાં સામાન્ય લોકોની ફરિયાદ ન લેવાતી હોવાની અનેક ફરિયાદો નામ મ ઉઠવા પામી હતી. જોકે વારંવાર આવી કરિયાદો આવતા શહેરના સેક્ટર-૨ના જોઇન્ટ કમિશનર ગૌતમ પરમારે આ ફરિયાદોને ગંભીર તે લીધી હતી. જેથી તાત્કાલીક અસરથી રીતે તેમને ચોક્કસ પોલીસ સ્ટેશન પર સરપ્રાઇઝી કર્યું હતું. તેમણે મહિલા વિઝીટ કરવાનું નક્કી કર્યું હતું. કોન્સ્ટેબલને પ

ધ કાશ્મીર ફાઈલ ના નિર્માતા સાથે ગૃહમંત્રી અમિત શાહ મુલાકાત કરી

Image
પોતાના જ દેશમાં પોતાનું ઘર છોડવા મજબૂર થયેલા કાશ્મીરી પંડિતોના બલિદાન, અસહ્ય દર્દ અને સંઘર્ષનું સત્ય આ ફિલ્મ દ્વારા સમગ્ર વિશ્વના ધ્યાન પર આવ્યું છે, જે ખૂબ જ પ્રશંસનીય પ્રયાસ છે. TheKashmirFiles એ સત્યની બોલ્ડ રજૂઆત છે. આવી ઐતિહાસિક ભૂલોનું પુનરાવર્તન ન થાય તે દિશામાં સમાજ અને દેશને જાગૃત કરવાનું કામ કરશે.  આ ફિલ્મ બનાવવા માટે સમગ્ર ટીમને અભિનંદન આપું છું.

પીરાણા ડમ્પ સાઇટ ને લઈને કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન..

Image
પીરાણા ડમ્પ સાઇટ ને લઈને કોંગ્રેસ નું વિરોધ પ્રદર્શન,વિપક્ષ નેતા અને મોટી સંખ્યામાં લોકોએ કોર્પોરેશન બહાર કર્યા સૂત્રોચ્ચાર ,પીરાણા ડમ્પ સાઇટ માટે કોર્પોરેશન કરી રહ્યું છે કરોડો નો ખર્ચ.. દસ વર્ષ વીતી ચુક્યા છતાં ડમ્પ સાઇટ હટાવવા માં આવી નથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ની મિલી ભગત થી કોર્પોરેશન તીજોરી ને નુકશાન ડમ્પ સાઇટ ઝડપથી હટાવવા માટે કોંગ્રેસ ની માંગ...

ડૉ. મોના હિરાનંદાનીને ઇનોવેશન કેટેગરી માટે સન્માનિત કરવામાં

Image
 ડૉ.મોના હિરાનંદાનીને ઇનોવેશન કેટેગરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં તેમની અનન્ય ત્વચા સંભાળ લાઇન, ડિઝાઇન મેટામેરિઝમમાં પીએચડીનો સમાવેશ થાય છે  જે ટૂંક સમયમાં પ્રકાશિત થનાર લેખક અને સર્વગ્રાહી ઉપચારક છે.  તેણીની સિદ્ધિઓમાં શ્રીમતી ગુજરાતની વિજેતા, તેણીના ચિત્રો માટે આર્ટ્સમાં મહિલાઓ માટે મેક્સમારા પુરસ્કાર, બુદ્ધિમત્તાની મહિલાઓ, વર્ષના શ્રેષ્ઠ રોલ મોડેલનો સમાવેશ થાય છે.