Posts

Showing posts from February, 2022

સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદ શહેરમાં આગામી શ્રેષ્ઠ ઈવેન્ટ ગ્રાઉન્ડ બનવા જઈ રહ્યું છે

Image
 સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમદાવાદ શહેરમાં આગામી શ્રેષ્ઠ ઈવેન્ટ ગ્રાઉન્ડ બનવા જઈ રહ્યું છે.અસંખ્ય રમતગમતની તાલીમો અને સુવિધાઓ સાથે આ સંકુલ બાળકો,ફિટનેસ ફ્રીક્સ,મનોરંજનના ઉત્સાહીઓ તેમજ વરિષ્ઠ નાગરિકો માટે ઉત્તમ સ્થળ છે.

મહાશિવરાત્રીનો ભવનાથ મેળો

Image
 જૂનાગઢમાં બે વર્ષ બાદ મહાશિવરાત્રિનો મેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે. જેથી પ્રશાસને સ્થિતિને સંભાળવા માટે તૈયારીઓ કરી લીધી છે. જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભક્તોને ભવનાથ સુધી લઇ જવા માટે 50 મીની બસનું આયોજન કરવામાં આવ્યું છે. ભાડું માત્ર 20 રૂપિયા છે. આ ઉપરાંત રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામ જોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા અને ભાવનગરથી જૂનાગઢ સુધી 300 થી વધુ બસો દોડશે.

અનુસૂચિત જાતિ મોરચા દ્રારા અગત્યની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું.

Image
અનુસૂચિત જાતિ મોરચા દ્રારા  અગત્યની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું. આ‌ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાધેલા સાહેબ. પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી ડૉ પ્રદ્યુમ્ન વાજા, શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, મહામંત્રી શ્રી ભૂષણ ભાઇ ભટ્ટ અને પરેશભાઈ લાખાણી, અનુસુચિત જાતિ મોરચાના શહેર અધ્યક્ષ ભદ્ગેશભાઇ મકવાણા‌, મહામંત્રી વિજયભાઈ સોલંકી, જગદીશભાઈ કોરડીયા સહીત ટીમ મોરચા ના પદાધિકારીઓ મીડિયા આઇટી વિભાગ અજામો કણૉવતી મહાનગરના કન્વિનર બિમલ પાટીલ, સોશ્યલ મીડિયા સેલ કન્વિનર દેવેન્દ્રભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં અપેક્ષીત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોક કલ્યાણકારી યોજનાઓ ની‌ માહીતી,‌સંગઠનાત્મક અભિયાનમાં સામેલ થાય અને અત્યોદય સમાજને મુખ્ય ધારામાં સામેલ કરી વિકાર યાત્રામાં જોડાઈએ તે‌ માટે આવાહન કરવામાં આવ્યું છે.

કણૉવતી મહાનગર‌ અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી અને મહામંત્રી શ્રી એ અગત્ય બેઠકનું આયોજન કરીયુ

Image
૨૪-૦૫-૨૦૨૨  સાંજે ખાનપુર કાર્યાલય ખાતે અનુસુચિત જાતિ મોરચાની બેઠક મળી જેમાં મોરચાના    અધ્યક્ષ શ્રી ભદ્રેશ ભાઇ મકવાણા અને મહામંત્રી શ્રી વિજય ભાઇ સોલંકી અને જગદીશભાઈ કોરડીયા  એ કર્ણાવતી મહાનગરના 48 વોર્ડ માં પ્રભારી તરીકે ની જવાબદારી સોંપવામાં આવી કર્ણાવતી મહાનગર ના દરેક વોર્ડમાં આગેવાનો ની યાદી બનાવવી,બુથ ના પ્રહરી બનાવવા, યુવા સેલ, મહિલા સેલ,આઇ.ટી.અને મીડિયા સેલ, સોશ્યલ મીડિયા સેલ, બૌદ્ધિક સેલ,અતિ પછાત સેલ, સરકારી યોજના અમલીકરણ સેલ ના કન્વિનર સહ કન્વિનર અને સભ્યો બનાવવા વગેરે સંગઠનાત્મક કાર્યો સમયસર પૂર્ણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું